અગત્યની જોગવાઈઓ


અગત્યની જોગવાઈઓ

gujaratnokhajano


  • પુછપરછ, ધરપકડ અને અટકાયત અંગે માનવ અધિકાર હેઠળ જોગવાઈઓ


             ભારતના બંધારણના આર્ટીકલ ૨૧ની જોગવાઇઓ એવી બાંહેધરી આપે છે કે કોઇ પણ વ્યીકતને પોતાની જીંદગી ટુંકાવવાની વ્યકિતગત સ્વતંત્રતા નથી. સિવાય કે કાયદાકીય જોગવાઇઓ અનુસાર હોય તો.

                આર્ટીકલ રર (ર) જણાવે છે કે કોઇ પણ પકડાયેલ વ્યકિતને ૨૪ કલાકની અંદર નજીકના મેજીસ્ટ્રેટ પાસે રજુ કરવો પડશે. અને કોઇ પણ વ્યકિતને ૨૪ કલાકથી વધુ કોઇ પોલીસ અધિકારી પોતાની કસ્ટડીમાં મેજી.પાસે રજુ કર્યા સિવાય રાખી શકશે નહી. અને કોઇ પણ અટક કરેલ વ્યકિતને સી.આર.પી.સી.ક.૧૬૭ મુજબ ૧૫ દિવસથી વધુ પોલીસ કસ્ટડીમાં રાખી શકાશે નહી.

                  ભારતના બંધારણના આર્ટીકલ રર બી મુજબ અટક કરવામાં આવેલ વ્યકિતને તેના કાયદાકીય વકીલ અથવાતો બચાવ કરવા માટે તકપુરી પાડવાનો હકક નકારી શકાશે નહી.

                    આરોપીની પુછપરછ દરમ્યાન આરોપીને તેના વકીલને સાથે રાખવાનો અધિકાર છે. અને ગુનાની કબુલાત કરાવવાના સમયે તેને ચુપ રહેવાનુ પણ તે કહી શકશે.
                       
                         

પોલીસ કોસ્ટેબલ IMP પ્રશ્નો
કલમની  ટૂંકી વિગત

  • ઈન્ડીયન પિનલ કોડમાં નીચે પ્રમાણે જોગવાઈઓ છે.


    ઈન્ડિયન પિનલ કોડ કલમ ૨૨૦માં જણાવ્યું છે કે જે વ્યક્તિને કોર્ટ કાર્યવાહી કરવાની કે દંડ કરવાની સત્તા છે તેવું જાણવા છતાં તે તેનાથી વિરુદ્ધની કાર્યવાહી કરે તો તે આ કલમ પ્રમાણે શિક્ષાને લાયક છે.

    ઈન્ડિયન પિનલ કોડ કલમ ૩૩૦માં એવી જોગવાઈ છે કે કોઈ પણ વ્યકિત સ્વેચ્છાએ કબૂલાત કરાવવા માટે અથવા તો કોઈ ગુનો શોધી કાઢવાની માહિતી મેળવવા માટે ઈજા કરે તો તે આ કલમ હેઠળ શિક્ષાને પાત્ર છે.

    ઈન્ડિયન પિનલ કોડ કલમ ૩૪૮ ખોટી રીતે અટકાયત કરી કબૂલાત કરાવવી આ કલમ હેઠળ શિક્ષાને પાત્ર છે.

    ઈન્ડિયન પિનલ કોડ કલમ ૩૩૧માં કોઇ ગુનો શોધી કાઢવા કે કોઈ માહિતી મેળવવા કે કબૂલાત કરાવવા માટે ઇરાદાપૂર્વક મહાવ્યથા કરવાથી આ કલમ હેઠળ ગુનો બને છે.

    ઈન્ડિયન પિનલ કોડ કલમ ૩૭૬ (૨) મુજબ પોલીસ કસ્ટડીમાં બળાત્કાર કરવો તે શિક્ષાપાત્ર ગુનો છે.

૧૮૭૨ ના ભારતીય પુરાવાના કાયદાની જોગવાઇઓ જેમાં નાગરીકને રક્ષણ મળે છે:-

    ભા.પુ. કાયદાની ક. ૨૫ દશાર્વે છે કે, પોલીસ અધિકારી રૂબરૂ કરેલ કબુલાત કોઇ વ્યકિતના વિરૂધ્ધના ગુન્હામાં માની શકાશે નહી.

    ભા.પુ. ના કાયદાની ક. ૨૬ દશાર્વે છે કે, પોલીસ કસ્ટડીમાં પોલીસ અધિકારી સમક્ષ કરેલ કબુલાત માન્ય રાખી શકાશે નહીં જો તે કોઇ મેજીસ્ટેટ રૂબરૂ તાત્કાલિક હાજરીમાં કરાવી ન હોય તો માની શકાશે નહીં.

આ જોગવાઇઓ પોલીસ અધિકારીઓની ખોટી રીતે કબુલાત કરાવવાની ગેર રીતીઓને કારણે કરવામાં આવી છે.

  • ક્રિમીનલ પોસીજર કોડ.૧૯૭૮ની જોગવાઇઓ. :


પોલીસ કોસ્ટેબલ IMP પ્રશ્નો


 સર્ચ અને ધરપકડની અકારણ જોગવાઇઓ સામે ક્રિમી.પોસી.કોડની ક.૪૭,૫૧ અને ૧૦૦ રક્ષણ આપે છે.
ક્રિમી.પોસી.કોડની ક.૪૭(૨)-પોલીસ અધિકારીને કોઇ પણ જગ્યામાં પ્રવેશ કરી કોઇ પણ મકાનની ઝડતી કરવાના અધિકાર આપે છે. અને કોઇ પણ કોગ્નીઝેબલ ગુનાના આરોપીને અટક કરવાની સત્તા આપે છે. અને આવુ કરતી વખતે તે કોઇપણ બારી કે દરવાજા તોડી શકે છે. અને બળજબરીથી પ્રવેશ પણ મેળવી શકે છે. કે જયારે તેઓને પવેશ કરતા અટકાવવામાં આવતા હોય.

ક્રિમીનલ પ્રોસીજર. કોડ. ક.૪૭(ર)ની જોગવાઇ છે કે કોઇ સ્ત્રી (કે જે ગુનેગાર નથી) અને પોલીસ તેના રહેઠાણમાં ઝડતી કરવા માંગતી હોય ત્યારે તેણીએ અગાઉથી તેઓને પાછા ખસી જવા નોટીસ આપવી જોઇએ સ્ત્રીઓને આવી અગાઉથી ચેતવણી આપવી ફરજીયાત છે.

ક્રિમીનલ પ્રોસીજર.કોડ. ક.૫૧ મુજબ પોલીસને ઝડતી કરવાના અને ત્હોમતદાર પાસેથી મુદ્દામાલ કબજે કરવાની સત્તા છે. આવી વ્યકિત પાસેથી કબજે કરવામાં આવેલ વસ્તુ કે મુદામાલની જે તે વ્યકિતને પહોંચ આપવી જોઇએ અને જયારે સ્ત્રીઓની ઝડતી કરવાની જરૂરીયાત ઉભી થાય ત્યારે કડક રીતે સર્ચ વ્યવહારથી બીજી સ્ત્રી મારફતેજ ઝડતી થવી જોઇએ.અને ઝડતી દરમ્યાન કોઇ પુરૂષ હાજર રહેવો જોઇએ નહી.

ક્રિમીનલ પ્રોસીજર.કોડ. ક.૯૧ મુજબ પોલીસ દસ્તાવેજો કે બીજા કોઇ કામ માટે કે તપાસ માટે નોટીસ આપી શકશે. આનો અર્થ એવો નથી કે કોઇ પણ વ્યકિતને તેની પો તાની વિરૂધ્ધ પુરાવો રજુ કરવા માટે હાજર રહેવુ. આ બાબત ભારતના બંધારણની ક.૨૦(૩) બાંહેધરી આપે છે.

ક્રિમીનલ પ્રોસીજર.કોડ. ક.૧૦૦ ઝડતી અને અટકાયત અંગે સામાન્ય જોગવાઇઓ રજુ કરે છે. તે એવુ જણાવે છે કે ઝડતીઓ ચોકસાઇથી અને ચતુર દિશામાં થવી જોઇએ, અને પોલીસે કોઇ પુરાવાઓ ગોઠવવા જોઇએ નહી. એટલે કે ખોટા પુરાવાઓ એકઠા કરવા જોઇએ નહી.


  • પુછપરછ (Interrogation)



પોલીસ કોસ્ટેબલ IMP પ્રશ્નો


    પોલીસની સાહેદને તપાસ કરવાની, પુછપરછ કરવાની અને તહોમતદારની પુછપરછ કરવાની સત્તા ક્રિમી.પોસી.કો.ક.૧૬૦,૧૬૧ અને ૧૬૨ માં આપેલી છે. કોઇપણ વ્યકિત તથ્યો અને કેસના સંજોગો જાણતો હોઇ તેને તપાસની કામગીરી માટે ક્રિમનલ.પ્રોસીજર.કોડ.ક.૧૬૦ મુજબ સમન્સ કાઢીને પોલીસ સ્ટેશનમાં નિવેદન માટે બોલાવી શકાયછે. આવો ઓર્ડર લેખીતમાં હોવો જોઇએ. પરંતુ પોલીસે લેખીતમાં ક્રિમીનલ પ્રોસીજર. કોડ.ક.૧૬૦ની નોટીસ આપવી જોઇએ. કોઇ પણ વ્યકિતને હાજર રાખવા માટેની આ જોગવાઇઓ સ્ત્રીઓ તથા ૧૫ વર્ષથી નીચેની ઉંમરના બાળકોને લાગુ પાડી શકાશે નહી. તેઓને તેમના રહેઠાણે તપાસી શકાશે.
    ક્રિમીનલ પ્રોસીજર.કોડ.ક.૧૬૦ મુજબ પોલીસ ઓફીસર હકીકત અને તથ્યોની નિવેદન રૂપે નોધ કરશે અને તહોમતદારને તેની વિરૂધ્ધનું નિવેદન લખાવવા અથવા તો હસ્તાક્ષરના નમુના આપવા કે વિવાદી દસ્તાવેજમાં સરખામણી કરવાના હેતુસર સહીઓ કરવા નિષ્ણાંત ફરજ પાડી શકશે નહી. સુપિમ કોર્ટે એવુ જણાવેલ છે કે જો કેસની તપાસ ચાલુ હોય અને અગાઉની કોઇ કાર્યવાહી કોર્ટમાં ચાલુ ન હોય તો તહોમતદારને નમુનાનું લખાણ આપવા ફરજ પાડી શકાશે નહી.
    પુરાવના કાયદાની ક.૭૩ ગુનાના લખાણ ભંગ કરવા માટે તપાસ દરમ્યાન ઉપયોગ કરી શકાશે નહી. તહોમતદાર લખાણના નમુના આપવામાં નિષ્ફળ જાય કે મૈન સેવે તો તેને લક્ષમાં લેવુ નહી (સુવિન્દરસિંહ વિ.પંજાબ રાજય.૧૯૯૪ સુપિમ કોર્ટ એસ.સી.સી.(ક્રીમી) ૧૩૦૭૬)
    ક્રિમીનલ પ્રોસીજર.કોડ.ક.૧૬૨ પોલીસ અધિકારીને કોઇપણ વ્યકિતના નિવેદન ઉપર સહી લેતા રોકે છે. એટલે કે ગુન્હાની તપાસ માટે પોલીસ નિવેદન લખે ત્યારે તેમાં નિવેદન લખાવનારની સહી લેવાની હોતી નથી. પોલીસે નોંધેલા સાહેદોના નિવેદનો, સાહેદોનો વિરોધાભાસ કરવા માટે પુરાવના કાયદાની ક.૧૪૫ મુજબ એક બીજાની વિરૂધ્ધ ઉપયોગ થઇ શકે છે.
    ક્રિમી.પોસી.કો.ક.૧૬૩ પોલીસને કોઇ પણ વ્યીકતને કબુલાત કરવા ધાક ધમકી કે લાલચ આપતા કે વચન આપતા અટકાવે છે. પુરાવાના કાયદાની કલમ.૨૫ મુજબ પોલીસ રૂબરૂની કબુલાત પુરાવામાં ગાહય નથી આ કાયદામાં જોગવાઇ કરવાનો હેતુ એવો છે કે પોલીસને આરોપી પાસેથી અત્યાચાર કરીને કબુલાત કરતા અટકાવી શકાય.

    પોલીસ ધ્વારા કબુલાત કરાવવા માટે થર્ડ ડીગીનો ઉપયોગ કરી અત્યાચાર કરવાનું ભારતીય દંદ સહિતાની ક.૩૩૦ અને ૩૩૧ મુજબ સજાને પાત્ર છે કે જેમાં જેલની સજા ૧૦ વર્ષ સુધી લંબાવી શકાય છે.
    જો કોઇ વ્યકિતનું મૃત્‍યુ પોલીસ કસ્ટડીમાં થાય તો તેના મોતનું કારણ જાણવા માટે મેજીસ્ટ્રેટ ધ્વારા ઇન્કવાયરી કરાવવી ક્રિમીનલ પ્રોસીજર.કોડ.ક.૧૭૬ મુજબ ફરજીયાત છે. આવી ઇન્કવાયરી કરતી વખતે મેજીસ્ટ્રેટ ભોગ બનનારના સગા સબંધીને જાણ કરશે અને ઇન્કવાયરી દરમ્યાન હાજર રહેવા જણાવશે.


  • ધરપકડ અને અટકાયતઃ


પોલીસ કોસ્ટેબલ IMP પ્રશ્નો

    ગેરકાયદેસર ધરપકડ અને અટકાયત સામે ક્રિમીનલ પ્રોસીજર.કોડ.ક.૦ નીચેની જોગવાઇઓ રક્ષણ આપે છે. આ કલમો ક્રિમીનલ પ્રોસીજર.કોડ.ક. ૪૧, ૪૬, ૪૯, ૫૦, ૫૭, ૫૮, ૫૯, ૭૬ અને ૧૬૭ છે.
    પોલીસને ક્રિમીનલ પ્રોસીજર.કોડ.ક.૪૧ માં જણાવેલ સંજોગોમાં કોઇ પણ વ્યકિતને વગર વોરંટે ધરપકડ કરવાની સત્તા છે. પરંતુ કોઇ પણ વ્યકિતને અટક કરવો એટલે બળ પયોગ કરવા ક.૪૬ ની હેઠળ પોલીસ અધિકારીને સત્તા છે. કોઇ વ્યકિત પોતાની જાતને કસ્ટડીમાં સમપિર્ત ન કરે તો તેના શરીરને અડકવુ અથવો શરીરને કબજામાં લેવું એવુ ત્યારેજ કરવું કે જયારે કોઇ વ્યકિત બળપુર્વક તેનો પતિકાર કરે કે તેની ધરપકડ ટાળે કે અટકાયમાંથી ભાગવાનો પ્રયત્ન કરે ત્યારે તમામ શકય પયત્નો અટક કરવા માટે કરી શકશે. આ તમામ પયત્નોનો અર્થ કાયદાની મયાર્દામાં કરવાનાં છે બળપયોગ નો અર્થ સંજોગો પમાણે કરવાનો છે.
    ક્રિમીનલ પ્રોસીજર.કોડ.ક.૪૯ એવી બાંહેધરી આપે છે કે જે વ્યકિતને અટકાયતમાં લીધેલ છે. તેને ભાગી જવાથી રોકી શકાય તેનાથી વધુ અટકાયત કરવી નહી.
    ક્રિમીનલ પ્રોસીજર.કોડ.ક.૫૦ મુજબ જે વ્યકિતને અટક કરી હોય તેને તેની અટકાયતના કારણો જણાવવા જોઇએ. અને નોનબેઇલેબલ ગુનામાં તેને જામીનના હકકની જાણ કરવી જોઇએ આ બાંહેધરી બંધારણીય હકકની કલમ.૨૨(૧) માં આપવામાં આવેલી છે.
Newest
Previous
Next Post »