પોલીસ કોસ્ટેબલ IMP પ્રશ્નો
ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમોમાં સૈન્યને લગતી જોગવાઈઓ કરવામાં આવેલ છે❓
✔કલમ 131 થી 140
▪ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યા ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમમાં આપવામાં આવેલ છે❓
✔405
▪બેદરકારી અને ઉપેક્ષાથી કોઈનું મૃત્યુ થાય તો ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે❓
✔304 A
▪ઇન્ડિયન પિનલ કોડની કલમ 306માં કયા ગુનાની સજા દર્શાવેલ છે❓
✔આપઘાતનું દુષપ્રેરણ
▪ઇન્ડિયન પિનલ કોડ મુજબ કેટલા વર્ષથી નીચેની વય ધરાવતા બાળકે કરેલ કૃત્ય ગુનો બનતો નથી❓
✔7 વર્ષ
▪ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમમાં આપેલ છે❓
✔141
▪ઇન્ડિયન પિનલ કોડમાં ગુનાની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલ છે❓
✔40
▪ઇન્ડિયન પિનલ કોડમાં ખૂનની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે❓
✔300
▪ઇન્ડિયન પિનલ કોડના કયા પ્રકરણમાં મિલકત વિરુદ્ધના ગુનાઓનો સમાવેશ કરવામાં આવેલ છે❓
✔17
▪પોલીસને વગર વોરંટે ધરપકડ કરવાની સત્તા ક્રિમિનલ પ્રોસીજર કોડની કઈ કલમ મુજબ મળેલ છે❓
✔41
▪ક્રિમિનલ પ્રોસીજર કોડ પ્રમાણે પોલીસ ધરપકડ કરેલ આરોપીને વધારેમાં વધારે કેટલા દિવસના રિમાન્ડ માંગી શકે છે❓
✔14 દિવસ
▪ફોજદારી કેસમાં પોલીસે કેટલા દિવસમાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવી જોઈએ❓
✔90
▪અગૃહનીય ગુનો એટલે શું❓
✔એવો ગુનો કે જેમાં પોલીસ વગર વોરંટે ધરપકડ કરી શકતી નથી
▪ક્રિમિનલ પ્રોસીજર કોડમાં કઈ કલમ હેઠળ ખાનગી વ્યક્તિ ગુનેગારની ધરપકડ કરવાની સત્તા ધરાવે છે❓
✔43
▪ક્રિમિનલ પ્રોસીજર કોડમાં ભરણપોષણ કરવામાં અક્ષમ પત્ની,બાળકો અને મા-બાપના ભરણપોષણનો આદેશ કઈ કલમ હેઠળ કરવામાં આવે છે❓
✔125
▪FIR નું પૂરું નામ શું છે❓
✔First Information Report
▪આત્મહત્યા,ખૂન કે અકસ્માતે મોતની તપાસની રીત અને તેના અહેવાલની જોગવાઈ ક્રિમિનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં કરવામાં આવી છે❓
✔174
▪ક્રિમિનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં આરોપીને રાજ્યના ખર્ચે કાનૂની સહાય પૂરી પાડવાની જોગવાઈ છે❓
✔304
▪ક્રિમિનલ પ્રોસીજર કોડ હેઠળના શિક્ષાપત્ર ગુનાઓમાં સમાધાનની જોગવાઈ ક્રિમિનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં આપેલ છે❓
✔320
▪ક્રિમિનલ પ્રોસીજર કોડના કાયદા હેઠળ ગુનો કર્યો ન હોય પરંતુ ગુનો કરે તેવી શક્યતા હોય તો તેની પાસેથી સુલેહ અંગે વધુમાં વધુ કેટલા વર્ષ માટે બોન્ડ લઈ શકાય❓
✔ત્રણ વર્ષ
▪ક્રિમિનલ પ્રોસીજર કોડની કઈ કલમ મુજબ પોલીસ ગુનો બન્યાની નોંધ કરે છે❓
✔કલમ 154
▪પોલીસને તપાસ કરવાની સત્તા અંગેની જોગવાઈ ક્રિમિનલ પ્રોસીજર કોડના કયા પ્રકરણમાં કરવામાં આવેલ છે❓
✔પ્રકરણ-12
બિનવારસી મળેલ મિલકતને ક્રિમિનલ પ્રોસીજર કોડની કઈ કલમ મુજબ કબજે કરી શકાય❓
✔102
▪ક્રિમિનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં તાજના સાક્ષીની જોગવાઈ કરવામાં આવી છે❓
✔306
▪અપીલનો અધિકાર એ ...........અધિકાર છે.
✔કાનૂની
▪ભારતીય એવિડન્સ એક્ટની કઈ કલમમાં ગૌણ પુરાવાને સ્વીકૃતિ આપવામાં આવી છે❓
✔કલમ-65
▪ઊલટ તપાસ સામાન્ય રીતે કયા પક્ષ દ્વારા થાય છે❓
✔વિરોધ પક્ષ દ્વારા
▪ભારતીય એવીડન્સ એક્ટના કાયદા મુજબ મારણોન્મુખ નિવેદન કઈ કલમ હેઠળ આવે છે❓
✔કલમ-32
▪કોઈ પણ સાક્ષીની સૌપ્રથમ કઈ તપાસ કરવામાં આવે છે❓
✔સર તપાસ
▪સ્ત્રી અત્યાચારને લગતો ગુનો ઇન્ડિયન પિનલ કોડ હેઠળ કઈ કલમ મુજબ બને છે❓
✔498 (ક)
▪કેટલા પ્રાદેશિક જળ વિસ્તાર સુધી ઇન્ડિયન પિનલ કોડ વિદેશી લોકો ઉપર પણ લાગુ પડે છે❓
✔12 નોટિકલ માઈલ
▪મૃત્યુ નિપજાવવાની ધમકી આપવી તે અંગેની સજા ઈન્ડિયન પિનલ કોડની કઈ કલમમાં સમાવેશ કરવામાં આવેલ છે❓
✔506 (2)
▪જયારે કોઈ વ્યક્તિ SMS દ્વારા ધમકી આપે છે ત્યારે ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ મુજબ ગુનો બને છે❓
✔507
▪ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં 'સિક્કા' અને સરકારી સ્ટેમ્પને લગતા ગુનાઓ વિશે ઉલ્લેખ છે❓
✔કલમ-230 થી કલમ-263
▪ખોટો ભારતીય સિક્કો બનાવવા માટે કઈ કલમ લાગુ પડે છે❓
✔કલમ-232
▪જાહેર સલામતી અને સગવડને લગતા ગુનાઓ માટે ભારતીય ફોજદારી ધારાની કઈ કલમ લાગુ પડે છે❓
✔કલમ-279 થી કલમ-289
▪અદાલતના તિરસ્કાર માટે કઈ કલમ લાગુ પડે છે❓
✔કલમ-228
▪કોઈ વ્યક્તિ /અન્ય વ્યક્તિને બળ/છેતરપિંડીથી કે જોરજુલમ દ્વારા કોઈ સ્થળેથી લઈ જાય ત્યારે કયો ગુનો બને છે❓
✔અપનયન
ConversionConversion EmoticonEmoticon